વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા.
વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા. તા. 05 માર્ચ 2026ના રોજ ખેરગામના વેણ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે VEN FALIYA Cricket Premier League – 2026 નું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તે શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણ ફળિયાના નવયુવક રણજીતભાઈ પટેલ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત નવમી વખત સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના યુવાનો માટે ગૌરવની બાબત બની છે. આ પ્રસંગે ખેરગામ તાલુકાના યુવા આદિવાસી સામાજિક કાર્યકર આશિષ પટેલે કાર્યક્રમને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના યુવાનો વિવિધ સામાજિક, રમતગમત અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાતા રહે છે, જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના આગેવાનો ગુલાબભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, ડૉ. પંકજભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત...