Posts

વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા.

Image
    વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા. તા. 05 માર્ચ 2026ના રોજ ખેરગામના વેણ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  VEN FALIYA Cricket Premier League – 2026 નું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તે શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણ ફળિયાના નવયુવક રણજીતભાઈ પટેલ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત નવમી વખત સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના યુવાનો માટે ગૌરવની બાબત બની છે. આ પ્રસંગે ખેરગામ તાલુકાના યુવા આદિવાસી સામાજિક કાર્યકર આશિષ પટેલે કાર્યક્રમને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના યુવાનો વિવિધ સામાજિક, રમતગમત અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાતા રહે છે, જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના આગેવાનો ગુલાબભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, ડૉ. પંકજભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત...

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

Image
  ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

Image
 ‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત ખેરગામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તરફ પ્રસ્થાન કરનાર  જનજાતિય ગૌરવરથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે  કેબિનેટ મંત્રી નરેશ પટેલ ,  મંત્રી ડો. જયરામ ગામીત ,  સાંસદ ધવલ પટેલ ,  ડાંગ ધારાસભ્ય વિજય પટેલ , અને  ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ  સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌએ “જય આદિવાસી”, “જય જોહાર”, “જય બિરસા મુંડા”ના જયઘોષ સાથે ગૌરવમય વાતાવરણ સર્જ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવરથને આગળ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનો પણ યાત્રામાં જોડાતા ખેરગામમાં ગૌરવયાત્રાએ ઉત્સવી સ્વરૂપ ધારણ કર્યું.

ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ!

Image
      ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ! ખેરગામ /5મી નવેમ્બર 2025 ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી  10મી સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં ખેરગામ તાલુકાના બે વરિષ્ઠ દોડવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે. ખેરગામના નિવૃત્ત શિક્ષક  મણિલાલભાઈ પટેલ ે 1500 મીટરની દોડમાં બીજો ક્રમ મેળવી  સિલ્વર મેડલ  જીત્યો. જ્યારે બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ખેરગામ નગીનદાસ નગરના રહેવાસી  પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ ે અદભૂત પ્રદર્શન કરી 1500 મીટર અને 800 મીટર બંને દોડમાં  પ્રથમ સ્થાન  મેળવી બે  ગોલ્ડ મેડલ , તેમજ 400 મીટર દોડમાં  બીજો ક્રમ  મેળવી  સિલ્વર મેડલ  મેળવ્યો. આ રીતે ખેરગામ તાલુકાના આ બંને ઉત્સાહી વડીલ ખેલાડીઓએ કુલ  ચાર મેડલ  મેળવી તાલુકા અને જિલ્લામાં ખેરગામનું નામ રોશન કર્યું છે.

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

Image
  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂ...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

Image
  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ...