ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ!
ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ!
ખેરગામ /5મી નવેમ્બર 2025
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી 10મી સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ખેરગામ તાલુકાના બે વરિષ્ઠ દોડવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે.
ખેરગામના નિવૃત્ત શિક્ષક મણિલાલભાઈ પટેલે 1500 મીટરની દોડમાં બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ જીત્યો.
જ્યારે બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ખેરગામ નગીનદાસ નગરના રહેવાસી પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલે અદભૂત પ્રદર્શન કરી 1500 મીટર અને 800 મીટર બંને દોડમાં પ્રથમ સ્થાન મેળવી બે ગોલ્ડ મેડલ, તેમજ 400 મીટર દોડમાં બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ મેળવ્યો.
આ રીતે ખેરગામ તાલુકાના આ બંને ઉત્સાહી વડીલ ખેલાડીઓએ કુલ ચાર મેડલ મેળવી તાલુકા અને જિલ્લામાં ખેરગામનું નામ રોશન કર્યું છે.


Comments
Post a Comment