જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

 ‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત


ખેરગામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તરફ પ્રસ્થાન કરનાર જનજાતિય ગૌરવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.


આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલમંત્રી ડો. જયરામ ગામીતસાંસદ ધવલ પટેલડાંગ ધારાસભ્ય વિજય પટેલ, અને ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌએ “જય આદિવાસી”, “જય જોહાર”, “જય બિરસા મુંડા”ના જયઘોષ સાથે ગૌરવમય વાતાવરણ સર્જ્યું.


ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવરથને આગળ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનો પણ યાત્રામાં જોડાતા ખેરગામમાં ગૌરવયાત્રાએ ઉત્સવી સ્વરૂપ ધારણ કર્યું.




Comments

Popular posts from this blog

આદિવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.