Posts

Showing posts from April, 2024

વાસ્કો દે ગામા અને કોલમ્બસને તો તમે જાણો છો પણ નાનસિંહ રાવત વિશે જાણો છો?

Image
  વાસ્કો દે ગામા અને કોલમ્બસને તો તમે જાણો છો પણ નાનસિંહ રાવત વિશે જાણો છો? 21 સપ્ટેમ્બર, 1830ના રોજ કુમાઉ (ઉતરાખંડ)ના જોહર ખીણના ગામમાં જન્મેલા નૈનસિંહ રાવત, તે વ્યક્તિ હતા જેણે કાઠમંડુથી લહાસા અને માનસરોવર તળાવનો નકશો બનાવ્યો, ચાલવા અંતર માપ્યો અને તિબેટને વિશ્વના નકશા પર લાવ્યો મુન્સ્યારીના મિલમ ગામના રહેવાસી નૈનસિંહ રાવત સર્વેયર તરીકે બે પગ વચ્ચે સાડા 33 ઇંચ લાંબી દોરી બાંધી હતી. જ્યારે ચાલતા ચાલતા બે હજાર ફૂટ પુરા થયા ત્યારે તેને એક માઇલ ગણાવી. નાનસિંહની બુદ્ધિનું પરિણામ છે કે આ સચોટ નકશો તૈયાર કરવામાં આવ્યો. 16 વર્ષ સુધી ઘરે ન પરત ફરતા લોકોએ તેને મૃત માની લીધી, પરંતુ પત્નીએ માન્યું કે તે પરત આવશે. તે દર વર્ષે ઉન કાપી કોટ અને પાયજામા બનાવતી હતી. 16 વર્ષ પછી જ્યારે પાછા ફર્યા ત્યારે તેની પત્નીએ તેને 16 કોટ અને પાયજામા એક સાથે ભેટ આપ્યા હતા. બહુ દુખ ની વાત છે કે દુનિયા ના શોધખોળ માં કોલમ્બસ અને વાસ્કો દે ગામા જેવા નામ ની જાણ થાય છે નાનસિંહ રાવત વિશે કોઈ કહેતું નથી આપણે ભારતીય હોવા છતાં ભારતીયો નું યોગદાન ભૂલી રહ્યા છીએ? ક્યારેય વિચાર્યું કે આવું કેમ?

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Image
                       Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

Image
  ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

પ્રકૃતિ અવતરણ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર વ્યક્તિઓને હાર્દિક શુભકામનાઓ.

 આદિવાસી સમાજનું એક ગૃપ એવું છે કે જેના સભ્યો ૭૦૦૦ હજારની આસપાસ સભ્ય સંખ્યા છે.જેનું નામ સંક્લ્પ એજયુકેશન ગૃપ છે. જેમાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, સ્વ.રોજગાર ચલાવતા જૂથ સામેલ છે.  આ ગૃપ ચલાવનાર એક શિક્ષક છે. જેનું નામ મીનેશભાઈ પટેલ છે. જે નવસારી જીલ્લાના રહેવાસી અને નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમણે થોડી સંખ્યામાં સભ્યો દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના  આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય તરીકે મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું છે. આજે તેમના કાર્યની સરાહના થઈ રહી છે. લોકો કુટુંબના સભ્યોનાં  પ્રકૃતિ અવતરણનાં દિવસે સ્વૈચ્છિક મદદ કરે છે. જેનો પાઇ પાઈ રકમનાં હિસાબ ગ્રુપમાં શેર કરવામાં આવે છે.