પ્રકૃતિ અવતરણ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર વ્યક્તિઓને હાર્દિક શુભકામનાઓ.
આદિવાસી સમાજનું એક ગૃપ એવું છે કે જેના સભ્યો ૭૦૦૦ હજારની આસપાસ સભ્ય સંખ્યા છે.જેનું નામ સંક્લ્પ એજયુકેશન ગૃપ છે. જેમાં કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, સ્વ.રોજગાર ચલાવતા જૂથ સામેલ છે. આ ગૃપ ચલાવનાર એક શિક્ષક છે. જેનું નામ મીનેશભાઈ પટેલ છે. જે નવસારી જીલ્લાના રહેવાસી અને નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જેમણે થોડી સંખ્યામાં સભ્યો દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય તરીકે મદદરૂપ થવાનું બીડું ઝડપ્યું છે. આજે તેમના કાર્યની સરાહના થઈ રહી છે. લોકો કુટુંબના સભ્યોનાં પ્રકૃતિ અવતરણનાં દિવસે સ્વૈચ્છિક મદદ કરે છે. જેનો પાઇ પાઈ રકમનાં હિસાબ ગ્રુપમાં શેર કરવામાં આવે છે.
Comments
Post a Comment