૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત
૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત તારીખ ૦૭-૦૬-૨૦૨૪નાં દિને ૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર એચ. પટેલે પત્ર દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી હતી. તેમાં તેમને જણાવ્યું હતું કે, બિનસાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ-ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક -સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુ થી બધાજ જ્ઞાતિ-ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે.પરંતુ રાજ્ય સરકારના આ રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાંસિયામાં ધકેલાઈ જાય છે. ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓ છે, પરંતુ તેમની ભાતીગળ સંસ્કૃતિ એ કુદરતી જીવનશૈલી આધારિત જીવન-પધ્ધતિને કયારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી કરુણ બાબત છે.સામાન્ય...
Comments
Post a Comment