Posts

Showing posts from June, 2024

માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

Image
માંગરોળ (સુરત): વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા  માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024 બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક  લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
  Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પ

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ્

Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

Image
   Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે પૂજા કરાઈ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર કે જે કાળીયા મેઘ તરીકે ઓળખાતો હોય તે સ્થળ ઉપર મેઘરાજાને રીઝવવા આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી કરવામાં આવતા જેમાં ગ્રામજનો, વડીલો હાજર રહ્યા હતા. ડોલવણ તાલુકાના કણધા ગામમાં મેઘરાજાના વધામણા માટે તેમજ સીઝનનો સારો વરસાદ થાય તે માટે કાળો કાકર ડુંગર ઉપર આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી આજરોજ યોજવામાં આવી હતી. કણધાના ડુંગરને કેટલાંક લોકો વરૂણદેવના ડુંગર તો કેટલાંક કાળીયા મેઘના ડુંગર તરીકે ઓળખે છે,  ચોમાસામાં સારો વરસાદ આવે તે માટે મેઘરાજાને રિઝવવા યોજાયેલ પૂજાવિધીમાં નંદુરબાર વિસ્તારમાંથી ભગતો તેમજ જુદાજુદા ગામોમાંથી શ્રધ્ધાળુંઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. લોકો પોતાના ઘરેથી પપૈયા સહિતના ફળો, ડાંગર તેમજ જુદીજુદી સામગ્રીઓ તેમજ પૂજાવિધીનો સરસામાન લાવ્યા હતા. આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે મેઘરાજાને મનાવવાની કોશિષ શ્રધ્ધાળુંઓએ કરી હતી.

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ.

Image
  ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના  પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરાઇ. આજરોજ તા.16/06/2024 ના દીને ધરમપુરના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટેની પ્રાર્થના કરવામાં આવે છે અને આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો દ્વારા સમગ્ર ગામનાં  લોકો થઈને હવન કરવામાં આવશે.

નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

Image
  નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન.

   મહુડાનું ઝાડ, તાપી - ડાંગનાં સરહદી વિસ્તારના ગામો અને જંગલો, આદિવાસીઓનું જનજીવન. Video courtesy:  Facebook social media 

ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
    ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સમા પ્રવિણભાઈને  ખેરગામ તા

૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત

Image
    ૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી  અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે  ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત તારીખ ૦૭-૦૬-૨૦૨૪નાં દિને ૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર એચ. પટેલે પત્ર દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી હતી.  તેમાં તેમને જણાવ્યું હતું કે, બિનસાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ-ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક -સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તે હેતુ થી બધાજ જ્ઞાતિ-ધર્મ કે કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક મહાત્મ્ય ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે.પરંતુ રાજ્ય સરકારના આ રજાઓના ટાઈમ ટેબલમાં આદિવાસીઓ જ હાંસિયામાં ધકેલાઈ જાય છે. ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓ છે, પરંતુ તેમની ભાતીગળ સંસ્કૃતિ એ કુદરતી જીવનશૈલી આધારિત જીવન-પધ્ધતિને કયારેય ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે સૌથી કરુણ બાબત છે.સામાન્ય વહીવટ વિભાગના

Surat: ઈન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ભીલ સમાજની બે દીકરીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

Image
Surat: ઈન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ભીલ સમાજની બે દીકરીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

બારડોલી : સહકારી આગેવાન માનસિંહના જન્મદિને રક્તદાન-વૃક્ષારોપણ

Image
  બારડોલી : સહકારી આગેવાન માનસિંહના જન્મદિને રક્તદાન-વૃક્ષારોપણ

Tapi (Songadh) : સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો.

Image
Tapi (Songadh) : સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી તથા આદિવાસી સમાજના અગ્રણી આગેવાન યુસુફ ગામીતે વૃક્ષારોપણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.  2500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરી તેમણે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે અનોખી પહેલ કરી હતી.  આજે વૈશ્વિક તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થતો રહે છે. જેથી વિવિધ કુદરતી આફતો આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. આજે વિવિધ ભૌતિક વિકાસના નામે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. જેના બદલે વૃક્ષોનું વાવેતર બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. યુસુફ ગામિત એક આદિવાસી પરિવારમાંથી આવે છે. આદિવાસી પરિવાર પ્રકૃતિ પૂજક હોય તેઓ વૃક્ષોનું મહત્વ સમાજ જીવન માટે કેટલું મહત્વનું છે. તે તેમણે વૃક્ષારોપણ કરી સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હતાં.

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

Image
વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેણે પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે, પરંતુ આ જ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનું નખ્ખોદ વાળ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો, વૃક્ષોનું નિકંદન અને કેમિકલનો ઉપયોગ કરીને પૃથ્વીને અપાર નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઇલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું જ કંઇક વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે, અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનોએ જંગલોમાંથી ૩૫ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવ્યા છે અને તેને રોપવાની શરૂઆત કરશે. તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ  ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની પ્રેરણા મળતા તેની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋતુઓમ

Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Image
 Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.

Image
        ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ  તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.  તેઓ એક શિક્ષક તેમજ એક સામાજિક કાર્યકર્તા પણ છે, તેઓ બાળકો ને ખુબ સુંદર રીતે અભ્યાસમાં ધ્યાન આપે છે, તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે કરે છે તેવો ધરમપુર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમ તેમજ હાલમાં આનાથ બાળકો માટે આશ્રમશાળા બનાવવામાં ખૂબ સહયોગ આપ્યો છે,  પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ એમના સહયોગથી બનાવવામાં આવ્યું છે, તેઓ આશ્રમ શાળા માટે પોતાની જમીન ઉપર આશ્રમ બનાવ્યો છે આટલો ખૂબ સહયોગ અને સુંદર સેવા કરી છે મિનેશભાઇ પટેલના ગ્રુપ સાથે મળીને ખૂબ જલ્દી અનાથ બાળકો માટે આશ્રમશાળા ચાલુ કરવા જઈ રહ્યા છે. સંક્લ્પ એજયુકેશન ગૃપનાં admin મીનેશભાઈ પટેલે નિલેશભાઈને  તંદુરસ્ત ભર્યું જીવન રહે અને આનંદ મંગલમાં રહે એ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.