ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

    ધોડિયા સમાજનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.


તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી. 

પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સમા પ્રવિણભાઈને  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ પટેલ, બહેજ પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર તથા બહેજ સરપંચ ભાનુમતિબેને અભિનંદન પાઠવ્યા હતા, અને ભવિષ્યમાં આવું કૌશલ્ય રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શિત કરે તેવી શુભકામના પાઠવી હતી..

Comments

Popular posts from this blog

૧૭૭-વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતકુમાર પટેલ દ્વારા 9 મી ઓગષ્ટ 2024 "વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજાની ઘોષણા કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત

આદિવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.