Posts

Showing posts from November, 2025

જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત

Image
 ‘જય જોહાર’ના નાદ વચ્ચે ખેરગામમાં બિરસા મુંડાની ગૌરવયાત્રાનું સ્વાગત ખેરગામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર તરફ પ્રસ્થાન કરનાર  જનજાતિય ગૌરવરથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે  કેબિનેટ મંત્રી નરેશ પટેલ ,  મંત્રી ડો. જયરામ ગામીત ,  સાંસદ ધવલ પટેલ ,  ડાંગ ધારાસભ્ય વિજય પટેલ , અને  ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ  સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ઉપસ્થિત સૌએ “જય આદિવાસી”, “જય જોહાર”, “જય બિરસા મુંડા”ના જયઘોષ સાથે ગૌરવમય વાતાવરણ સર્જ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપીને ગૌરવરથને આગળ પ્રસ્થાન કરાવ્યું, જ્યારે સ્થાનિક નાગરિકો અને વાહનો પણ યાત્રામાં જોડાતા ખેરગામમાં ગૌરવયાત્રાએ ઉત્સવી સ્વરૂપ ધારણ કર્યું.

ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ!

Image
      ખેરગામના દોડવીરોએ સાપુતારામાં લહેરાવ્યો વિજય ધ્વજ! ખેરગામ /5મી નવેમ્બર 2025 ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલી  10મી સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માં ખેરગામ તાલુકાના બે વરિષ્ઠ દોડવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે. ખેરગામના નિવૃત્ત શિક્ષક  મણિલાલભાઈ પટેલ ે 1500 મીટરની દોડમાં બીજો ક્રમ મેળવી  સિલ્વર મેડલ  જીત્યો. જ્યારે બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને ખેરગામ નગીનદાસ નગરના રહેવાસી  પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ ે અદભૂત પ્રદર્શન કરી 1500 મીટર અને 800 મીટર બંને દોડમાં  પ્રથમ સ્થાન  મેળવી બે  ગોલ્ડ મેડલ , તેમજ 400 મીટર દોડમાં  બીજો ક્રમ  મેળવી  સિલ્વર મેડલ  મેળવ્યો. આ રીતે ખેરગામ તાલુકાના આ બંને ઉત્સાહી વડીલ ખેલાડીઓએ કુલ  ચાર મેડલ  મેળવી તાલુકા અને જિલ્લામાં ખેરગામનું નામ રોશન કર્યું છે.